જૂનાગઢમાં ખેડૂતોએ વળતરની માગ સાથે આવેદનપત્ર આપ્યું - Latest news of Junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ગત ચોમાસા દરમિયાન જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના કેટલાક ગામોમાં ખેતીના પાકને ખુબ જ નુકશાન થયું હતું. જેને લઇને હવે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ પ્રાંત અધિકારી કેશોદને આવેદનપત્ર આપી વળતરની માંગ કરી હતી. અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં ધોવાઇ ગયો હતો. જેને કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં જોવા મળી રહ્યા હતા. ત્યારે પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચા દ્વારા હવે ઘેડ પંથકના ખેડૂતોને સરકાર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ઘેડ પંથક ઉલટી રકાબી જેવો હોવાને કારણે જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પડેલો વરસાદનું પાણી ભાદર નદીમાં વહીને ઘેડ પંથકમાં એકઠું થાય છે. ભાદર નદીમાં પાણીનો પ્રવાહ મર્યાદિત થતા વરસાદી પાણી ઘેડ વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેને કારણે ઘેડ પંથકમાં મગફળીના વાવેતરને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો તાકીદે સર્વે કરીને ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવી આપવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ બાલ આંબલિયે ખેડૂતોને સાથે રાખીને પ્રાંત અધિકારી કેશોદને સુપ્રત કર્યું હતું.
TAGGED:
Latest news of Junagadh