રાજકોટ: જેતપુરમાં કારખાનાઓએ પ્રદુષિત પાણી છોડતા નદીમાં ફીણના ગોટા ઉડયા - chemical water in jetpur
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7931601-thumbnail-3x2-dam.jpg)
રાજકોટઃ જેતપુરના વિવિધ કારનાખાનાઓએ તકનો લાભ લઈને કેમિકલનો કચરો વરસાદી પાણી સાથે બહાર છોડી રહ્યાં છે. જેના કરાણે સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા છે. કેરાડી પુલના પાણીમાં કેમિકલ છોડતા ફીણના ગોટા જોવા મળ્યાં હતા, ત્યારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. આ અંગે નગરજનોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, આ પ્રકારના કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓને, ખેતી અને સામાન્ય લોકોના જીવને જોખમ રહે છે. તેમ છતાં તંત્ર આવી બાબતોને લઈને બેજવાબદાર જોવા મળે છે. જેથી આવી કંપનીઓ પોતાની મનમાની ચલાવી રહી છે.