રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંઘ સાથે ETV ભારતની ખાસ વાતચીત - રાજ્યના મુખ્ય સચિવ જે. એન સિંઘ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ જે. એન સિંઘ 30 નવેમ્બરે નિવૃત થઇ રહ્યા છે. રાજ્ય સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું, તે પણ 30 નવેમ્બર એટલે કે, ગુરૂવારે પૂર્ણ થઇ રહ્યું છે. જે અંગે જે.એન સિંઘે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને 36 વર્ષ તેઓએ ગુજરાતમાં કાર્ય કર્યું તેની યાદો પણ વાગોળી હતી. તેમણે ETV ભારતને જણાવ્યું હતું કે, ગુજરાત એ સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય છે અને નિવૃતિ બાદ પણ હું ગુજરાતમાં જ રહીશ.