IND vs NZ સેમીફાઇનલ મેચ જોવા સુરત પહોંચી પ્રાચી દેસાઈ, જુઓ ETV Bharat સાથેની ખાસ વાતચીત - Bollywood
🎬 Watch Now: Feature Video
સુરત: મંગળવારે વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ રમાઈ રહ્યો છે. જેમાં વરસાદનું વિઘ્ન આવતા આ મેચ રોકવામા આવ્યો છે. આ મેચ જોવા માટે બોલીવૂડ એક્ટર પ્રાચી દેસાઈ પોતાના શહેર એટલે સુરત ખાતે આવી હતી. ખાસ એક સિનેમા થિયેટર દ્વારા આયોજિત સેમીફાઇનલ મેચના સ્ક્રિનિંગમાં પ્રાચી દેસાઇએ ભારતની ટીમને ચીયર અપ કર્યું હતું. સાથે જ ભારતીય ટિમ વર્લ્ડ કપ પણ જીતશે તેવી આશા પણ પ્રાચી દેસાઈએ વ્યક્ત કરી હતી. ETV Bharat સાથે વાતચીતમાં નાનપણની ક્રિકેટની યાદો તાજા થઈ ગઈ અને જણાવ્યું કે, તે ખાસ રાહુલ દ્રવિડને જોવા માટે બચપનમાં ક્રિકેટ મેચ જોતી હતી.