ETV Bharat / business

IRCTC 'ઈ-વોલેટ' સુવિધાથી ટ્રેન ટિકિટ બુક કરવી થશે સરળ, ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરવી? જાણો - IRCTC E WALLET

ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવનારા હવે IRCTC એપમાં ઈ-વોલેટ સુવિધાનો ઉપયોગ કરી શકશે. કેવી રીતે અહીં ટિકિટ બુક કરવી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા...

IRCTC એપમાં ઈ-વોલેટ સુવિધા
IRCTC એપમાં ઈ-વોલેટ સુવિધા (Getty Images)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2025, 3:37 PM IST

નવી દિલ્હી: ભારતીય રેલ્વે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાંથી એક છે. ભારતીય ટ્રેન દરરોજ હજારો ટ્રેનોનું સંચાલન કરે છે અને કરોડો લોકોને તેમના મુકામ સુધી પહોંચાડે છે. આવી સ્થિતિમાં ટ્રેનની ટિકિટ મેળવવી મુશ્કેલ છે. જોકે મોટાભાગના લોકો મુસાફરી પહેલા તેમની ટ્રેનની ટિકિટ બુક કરાવે છે અને મુસાફરી માટે સીટ રિઝર્વ કરે છે, જેથી તેમને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

ભારતીય રેલ્વે મુસાફરોને ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં રિઝર્વેશનની સુવિધા આપે છે. ઑફલાઇન ટિકિટ બુક કરવા માટે તમારે રેલવે કાઉન્ટર પર જઈને રિઝર્વેશન કરાવવું પડશે, જ્યારે ઓનલાઈન રિઝર્વેશન માટે તમે આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ અને એપ દ્વારા ટિકિટ બુક કરાવી શકો છો. જો કે, ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે ઘણીવાર પેમેન્ટ નિષ્ફળ જવાની સમસ્યા સર્જાય છે.

આવી સ્થિતિમાં, જો તમે પણ એવા લોકોમાંથી છો જેઓ ટ્રેન રિઝર્વેશન માટે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવે છે. તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે હવે તમારે ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે અમુક સમસ્યાનો સામનો નહીં કરવો પડેશે કારણ કે, હવે IRCTC એપમાં ઈ-વોલેટ (E WALLET) ની સુવિધા મળી રહી છે.

IRCTC ઈ-વોલેટના ફાયદા શું?

તમને જણાવી દઈએ કે, જ્યારે કોઈ મુસાફર IRCTC એપ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરે છે, ત્યારે તમારે IRCTC વેબસાઈટ અથવા એપ પર પેમેન્ટ ગેટવે ચાર્જ ચૂકવવો પડતો હોય છે. જો કે, જો તમે IRCTC ઈ-વોલેટ દ્વારા ચુકવણી કરશો તો તમારી પાસેથી આ શુલ્ક લેવામાં આવશે નહીં. આટલું જ નહીં, જ્યારે તમે IRCTC ઈ-વોલેટ દ્વારા પેમેન્ટ કરો છો, ત્યારે પેમેન્ટ પ્રોસેસ અન્ય એપ્સ કરતાં ઝડપી હોય છે, જેનાથી તમારો સમય પણ બચે છે.

આ સિવાય જો કોઈ મુસાફરની ટિકિટ કેન્સલ થાય છે તો તેનું રિફંડ તરત જ ઈ-વોલેટમાં જમા થઈ જાય છે. એ જ રીતે, મુસાફરો પણ તેમના બેંક ખાતા, UPI, પેટીમ (Paytm), એમેઝોન પે (Amazon Pay), નેટ બેન્કિંગ (Net Banking), ડેબિટ કાર્ડ (Debit Card) અને ક્રેડિટ કાર્ડ (Credit Card) પરથી તેમના ઈ-વોલેટમાં પૈસા ઉમેરી શકે છે.

IRCTC ઈ-વોલેટ દ્વારા ટિકિટ કેવી રીતે બુક કરવી?

  • IRCTC ઈ-વોલેટનો ઉપયોગ કરવા માટે, પહેલા તમારા ID અને પાસવર્ડથી IRCTC વેબસાઇટ પર લોગિન કરો.
  • આ પછી તમારે IRCTC એક્સક્લુઝિવ સેક્શનમાં જઈને eWalletનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ પહેલેથી જ IRCTCમાં વેરિફાઈડ છે, તો તમારે કોઈ વેરિફિકેશન કરવાની જરૂર નથી. અન્યથા તમારે વેરિફિકેશન કરવું પડશે.
  • આ પછી તમારે eWallet પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને ટોપ અપ કરવાનો વિકલ્પ મળશે.
  • હવે તમે UPI, નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા ઈ-વોલેટમાં પૈસા ઉમેરી શકો છો.
  • નોંધનીય છે કે આમાં તમે ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ 10,000 રૂપિયા ઉમેરી શકો છો.
  • આ પણ વાંચો:
  1. યાત્રીગણ કૃપયા ધ્યાન દે... રેલ્વેનો આ નંબર સેવ કરી લો, જમવાથી લઈને ટિકિટ બુક સુધીની માહિતી WhatsApp પર મળશે
  2. ટિકિટની ગેરંટી! IRCTCએ શરૂ કરી મહાકુંભ સ્પેશિયલ ભારત ગૌરવ ટ્રેન, જાણો રૂટ અને ભાડું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.