thumbnail

પાટણમાં દિવ્યાંગો માટે કરાયું સાધન સામગ્રી વિતરણ કેમ્પનું આયોજન

By

Published : Sep 18, 2020, 9:57 AM IST

પાટણઃ પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ મંડળોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો કરી કરવામાં આવી હતી. ત્યારે પાટણમાં દિવ્યાંગો માટે પણ સાધન સામગ્રી વિતરણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના 70 દિવ્યાંગોને વોકર,સ્ટીક, ઘોડી,ઈયર ફોન સહિતના સાધનો મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલે જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય માણસ કરતાં પણ વધુ સારી રીતે કામ કરી શકે છે. જેના માટે દેશના વડાપ્રધાને વિકલાંગની જગ્યાએ દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરી તેઓને આત્મનિર્ભર બનાવવા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના થકી આજે દિવ્યાંગો સ્વમાનભેર જવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ, કિશોર મહેશ્વરી, દશરથજી ઠાકોર, શૈલેષભાઈ પટેલ સહિત શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.