અમરેલીમાં મગફળીનો ઉભો પાક ભારે વરસાદના પાણીમાં તણાયો, નદીઓ પણ ગાંડીતૂર - AMRELI RAIN
🎬 Watch Now: Feature Video


Published : Oct 19, 2024, 10:13 PM IST
અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે નદીઓમાં પૂર આવ્યા છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી, ચરખા, વલારડી સહિતના ગ્રામીણ વિસ્તારની અંદર એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. એકથી ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાતા ચમારડી ગામ નજીક કુવારગઢ ગામે નદીમાં મગફળીઓ તણાઈને આવી છે. ખેડૂતના ખેતરમાં રહેલી મગફળીઓ નદીમાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડતા ફુલસર ગામથી મોટા દેવળીયા ગામ જવાનો રસ્તો બંધ થયો છે. કોઝવે ઉપર પાણી આવતા સ્થાનિક લોકો અટવાયા છે. ધોધમાર વરસાદ પડવાને કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ચમારડી ગામ નજીક આવેલા કુવારગઢ ગામની નદી કાંઠે આવેલા ખેતરમાંથી પાણી આવ્યા હતા અને પાણીની સાથે ખેડૂતોનો ઉભો પાક નદીના વહેણમાં તણાયો હતો. નદીના વહેણમાં મગફળીનો પાક તણાવવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોધમાર વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.