નવસારી: રાજ્યભરમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હાલ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધામા નાખ્યા છે. જેમાં કેટલાક શહેરોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વિદાય લેતો વરસાદ નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન વીજળી પડવાના બનાવો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકોનું મોત પણ થયું છે જ્યારે કેટલીક જગ્યાએ વીજળી પડવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. પરિણામે નવસારીના તલોદ ગામેથી વીજળી પડવાનો નજારો સામે આવ્યો છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના તલોદ ગામે ગત દિવસે વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં તલોદ ગામના રામજી મંદિર પાસે વરસતા વરસાદ સાથે આકાશમાં વીજળી પડવાના કારણે આકાશી આતિશબાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સંપૂર્ણ ઘટનાને કોઈક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી જેનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
રામજી મંદિરની શોભા વધારતી વીજળીના આકાશી આતિશબાજીના નયનરમ્ય દ્રશ્યોએ લોકોના મનને હરી લીધા હતા. આ દ્રશ્યો જોઈ લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: