રાજકોટના જસદણ પંથકમાં કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રી, જૂઓ ગ્રામ્યના દ્રશ્યો ETV ભારતના ડ્રોનની નજરે
🎬 Watch Now: Feature Video
રાજકોટ : જિલ્લાના જસદણ પંથકમાં 5 કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રી થઈ છે. આટકોટમાં અમદાવાદથી આવેલ એક પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ નોંધાતા HP પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં પતરા બંધી કરવામાં આવી છે. તેમજ જંગવડમાં એક વૃદ્ધાને પોઝિટિવ કેસ નોંધાતા જંગવડ ગામમાં 21 પરિવારમાં 115 જેટલા લોકોના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન અને 98 પરિવાર 565 જેટલા લોકોના વિસ્તારને બફર જોન જાહેર કર્યો છે. જસદણમાં મુંબઈથી આવેલ વૃદ્ધાને કોરોના પોઝિટિવ નોંધાયો હતો. ત્યારે વૃદ્ધાના પુત્ર જસદણ નગરપાલિકામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેના કોન્ટેકમાં નગરપાલિકા પ્રમુખ, અને ચીફ ઓફિસર સહિત 25 લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.