ભુજમાં LRD અને PSIની ભરતી માટે ઉમેદવારોની પૂરજોશ તૈયારી - LRD અને PSIની ભરતી
🎬 Watch Now: Feature Video
કચ્છ: રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત પોલીસના લોક રક્ષક દળ માટે શારીરિક કસોટી યોજાવાની છે. કચ્છ જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં પણ અનેક યુવાનો અને યુવતીઓએ આ પરીક્ષા (recruitment of LRD and PSI) માટે અરજીઓ કરી છે. કચ્છમાં શિયાળાની શરૂઆત સાથે વહેલી સવારે આવા અનેક વિદ્યાર્થીઓ શારીરિક કસોટીની તૈયારીઓ માટે રસ્તાઓ, બગીચાઓ તેમજ ગ્રાઉન્ડમાં દોડતા નજરે પડે છે. સામાન્ય રીતે શિયાળામાં બગીચા અને મેદાનોમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોની ભીડ જોવા મળતી હોય છે, જોકે ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બાદ ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરતા હોઈ, આ બગીચા-મેદાનોમાં ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. ભુજમાં મોટા ભાગનાં ઉમેદવારો વહેલી સવારથી જ ક્રિકેટના મેદાનોમાં, રોડ પર તથા જાહેર બગીચાઓમાં દોડની પ્રેક્ટિસ, કસરત કરતા જોવા મળી રહ્યા છે.