કેશોદમાં ગૌચરની જમીનનું દબાણ દુર કરવા મુદે સર્જાયેલા વિવાદનો સુખદ અંત
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: કેશોદ તાલુકાના સરોડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની પેશકદમી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનુસુચિત જાતી સમાજ બનાવવા માટેની જગ્યા પર પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા બાબતે દબાણ હટાવ કામગીરીના પ્રથમ દિવસે જ વિવાદ સર્જાયો હતો. જેથી ગૌચરના દબાણો દુર કરવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ આજે ગૂરૂવારે બપોરે ગ્રામજનો તથા અનુસુચિત જાતીના આગેવાનોની ઉપસ્થિતિમાં મીટીંગ યોજી અનુસુચિત જાતી સમાજ અને પેટા આરોગ્ય કેન્દ્રની જગ્યા બાબતે સમજુતી કરી બન્ને જગ્યાની માપણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે ગ્રામજનો અને અનુસુચિત જાતિના લોકો વચ્ચે સમજુતી થતા સર્જાયેલા વિવાદનો સુખદ અંત આવતાં મામલો થાળે પડ્યો હતો.