અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજન - Ahmedabad News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5441501-thumbnail-3x2-ahemdabad.jpg)
અમદાવાદઃ દેશના યુવાનોને રોજગારી મળી રહે તે ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના અનેક વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. અગાઉ અમરાઈવાડી વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે રોજગાર ભરતી મેળો રદ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી એક વાર મહેસૂલ પ્રધાન કૌશિક પટેલની હાજરીમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.