રાજકોટના 300 જેટલા રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર - કર્મચારીઓ હડતાળ પર
🎬 Watch Now: Feature Video

રાજકોટ: સમગ્ર રાજ્યમાં રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગ સાથે હડતાળ પર ઊતર્યા છે. ત્યારે, રાજકોટ જિલ્લાના પણ 300 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઆેની હડતાળના કારણે સરકારી ઓફિસમાં કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રાજકોટ જિલ્લામાં રેવન્યુ કર્મચારી મંડળ સાથે જોડાયેલા 291 કર્મચારીઆેમાંથી માત્ર ત્રણ કર્મચારીઆે આજે ફરજ પર હાજર રહ્યા હતાં. આ હડતાલને લઇને રાજકોટ ખાતે નવી કલેક્ટર કચેરીમાં કર્મચારીઆેએ સૂત્રોચ્ચાર અને ધરણા કરીને પોતાની માગણી સરકાર તાત્કાલિક સ્વીકારે તેવી લાગણી વ્યક્ત કરી હતી.