પંચમહાલમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પોતાની માગને લઇને ધરણા યોજયા - health department news
🎬 Watch Now: Feature Video

પંચમહાલ: ગુજરાત રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા પંચાયત સેવાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ રાજ્યભરમાં કરેલ કામગીરીની રિપોટીંગ સેવા ઠપ કરી આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં પંચમહાલના હાલોલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા. ગુજરાત રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે 13 જેટલા નાણાકીય અને વહીવટી પ્રશ્નો ટૂંક સમયમાં નિરાકરણ લાવી આપવાની લેખિત બાંહેધરી આપી હતી. આજ દિન સુધી તેનું નિરાકરણ નહી થતા રાજ્ય ભરમાં આક્રોશ સાથે આરોગ્ય કર્મચારીઓએ વિરોધ નોધાવ્યો હતો. જે અંતર્ગત હાલોલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાઇને વિરોધ નોધાવ્યો હતો. આગામી સમયમા એક દિવસ ધરણા રેલી કરી સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે સુત્રોચાર અને દેખાવ કરશે તેમ છતાં કોઈ ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આરોગ્ય કર્મચારીઓએ ઉચ્ચારી હતી.