વાંકાનેરના કણકોટ ગામે 2.79 લાખની સરકારી રકમની ઉચાપત પ્રકરણમાં બે ઝડપાયા - વાંકાનેર તાલુકતા પંચાયત
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સરકારી નાણાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ચાર ઈસમો સામે ગુનો નોંધી તપાસ કરતાં બે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે મનરેગા યોજના હેઠળ કણકોટ ગામમાં તળાવ ઉંડુ કરવા માટે રૂપિયા 1,92,080 ફાળવ્યાં હતા. જેમાંથી માત્ર રૂપિયા 87,109 ખર્ચ કરાયા હતા.જે મામલે તાલુકા વિકાસ અધિકારી વિમલ ગઢવીએ પોલીસ નોંધાવી હતી.