છોટાઉદેપુર નગર સેવાસદના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ નગર સેવાસદનના પ્રમુખ-ઉપપ્રમુખની મુદ્દત પૂરી થતાં સોમવારના રોજ નાયબ કલેક્ટરની અઘ્યક્ષતામાં જિલ્લા સેવાસદનના સંકલન હોલમાં ચૂંટણી યોજાઈ હતી. ગત ટર્મમાં અપક્ષ સાથે રહીને બી.એસ.પીએ બોર્ડ બનાવ્યું હતું. પરંતુ આ વર્ષે અપક્ષ સાથે ગઠબંધન તૂટી જતા કોંગ્રેસ દ્વારા ટેકો આપતા બી.એસ.પી ના નરેનભાઈ જયસ્વાલ બિનહરીફ ચૂંટાયા હતા, તેમજ ઉપપ્રમુખ માટે મતદાન થતા બી.એસ.પીના જકિરભાઈ દડીએ 17 મત મેળવી વિજય મેળવ્યો હતો. અઢી વર્ષ સુધી તેમના પત્ની પ્રમુખ રહ્યા હતા બાદમાં પતિ પ્રમુખ બન્યા છે. પાંચ વર્ષની મુદ્દતમાં એક જ પરિવારના બે સભ્યો પ્રમુખ બન્યા છે. સોમવારના રોજ 28 સભ્યોમાંથી 25 સભ્યો હાજર રહ્યા હતા. ભાજપના 04 માંથી 03 ગેરહાજર રહ્યા હતા. બી.એસ.પીના 09, કોંગ્રેસના 08, ભાજપના 04, બી.ટી.પી 02 અને 05 અપક્ષોની સંખ્યા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને બી.ટી.પી દ્વારા વહીપ જારી કરવામાં આવ્યો હતો અને કોઈ એ પણ ઉલ્લઘન કર્યું ન હતું. ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.