પોરબંદરમાં રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા - Ranavav Taluka Rain News
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં ધોધમાર વરસાદ થતા રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીરસરા ગામે મીણસાર નદી પર આવેલા ડેમના આઠ દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેથી રાણાવાવ તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખીરસરા, વાડોત્રા, કંડોરણા, ખીજદડ, ઠોયાણા, ભોડદર, મહીરા, નેરાણા, જાંબુ, કેરાળા, પાદરડી તેમજ બાપોદર ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તેમજ પાલતુ પશુઓ કે વાહનોને નદીના પ્રવાહમાંથી પસાર ન કરવા તંત્ર દ્રારા અનુરોધ કરાયો છે.