અમદાવાદ ઇદે મિલાદની ઉજવણી કરાઈ - eid milad zulus
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : આજે પયંગમ્બર હઝરત મોહંમદના જન્મ દિવસે આખા વિશ્વમાં ઈદે મિલાદુન્નાબી જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. આ નિમિતે અમદાવાદના હઝરત શાહે આલમ દરગહ પર દેશ માં કોમી એકતા અને ભાઈચારો બાની રહે તે માટે નમાઝ પઢવા માં આવી હતી. અને શાંતિથી ઇદે મિલાદુન્નાબી નું જશ્ન મનાવવામાં આવ્યું.ગઈ કાલે સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની જમીનને લઈને ચાલતા દાયકા જૂના વિવાદનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આથી ચુકાદાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને શાંતિ બની રહે તે માટે ઈદ-એ-મિલાદના જુલૂસને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ઈદ-એ-મિલાદુન્નબીનું જુલૂસ યોજવા માટે કમિટીને સરકાર પાસેથી જરૂરી મંજૂરી મળી હતી. જો કે પ્રવર્તમાન સ્થિતિને પગલે કોઈ અનિચ્છિનિય ઘટનાના ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે આ જુલૂસને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.