જામનગરની જી.જી હોસ્પિટલમાંથી ડુપ્લીકેટ નર્સ ઝડપાઈ - Jamnagar GG Hospital
🎬 Watch Now: Feature Video
જામનગર : જી.જી હોસ્પિટલ હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે, ત્યારે આજરોજ સિક્યુરિટી ગાર્ડે ડુપ્લીકેટ નર્સને ઝડપી પાડી હતી. તેની પૂછપરછ કરતાં અનેક તથ્યો બહાર આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી આ નર્સ જી.જી.હોસ્પિટલમાં લાઈનમાં ઉભા રહેવુ ન પડે તે માટે તેમણે પોતે જી.જી.હોસ્પિટલમાં સરકારી નોકરી કરતી હોવાનું કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જો કે, સિક્યુરિટી ગાર્ડે સુપ્રિટેન્ડેન્ટની માફી માગી લેતાં તેમને છોડી દેવામાં આવી હતી.