વડોદરામાં અવિરત મેઘ મેહર યથાવત, ઢાઢર નદીની સપાટીમાં વધારો
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેર અને જિલ્લામાં મેઘ મેહર યથાવત છે, ત્યારે દેવ ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીની સપાટીમાં વધારો થયો હતો. જો નદીની સપાટી વધતા આસપાસના ડભોઇ તાલુકાના સાત ગામોને અસર પહોંચી હતી. જેમાં ખાસ કરીને ડભોઇ તાલુકાના નવાપુરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપુરા અને બહેરામપુરામાં પાણી ભરાયા હતા. ઢાઢર નદીના પાણી મુખ્ય માર્ગ આવી જતાં ડભોઇ-વડોદરા વ્યવહાર બંધ થયો હતો.