ભાવનગર : સૂર, જે માણસના મન, હૃદય અને પગને ડોલતું કરે છે. આ એક એવું રોયલ સંગીત વાદ્ય છે જે સંગીત અને સૂરના શોખીનોની પ્રથમ પસંદ છે. હા વાત અહીંયા સંગીત વાદ્યોનો રાજા એટલે પિયાનોની છે. જોકે, ભાવનગર અને અલંગનો પિયાનો સાથે ખાસ સંબંધ છે. પિયાનો વિશે સંપૂર્ણ માહિતી વાંચો ETV Bharat ના આ વિશેષ અહેવાલમાં...
- પિયાનોની માહિતી જે તમે જાણો છો...
ઈન્ટરનેટ પર પિયાનો સર્ચ કરો એટલે એક નામ સામે આવશે, બાર્ટોલોમીયા ક્રિસ્ટોફોરી. તેઓ ઈટાલીના પદુઆના રહેવાસી હતા અને 1655 થી 1731 વચ્ચે તેમને પિયાનોની શોધ કરી હતી. પીયાનોનું મૂળ નામ "ગ્રેવીસેમ્બાલો કોલ પીયાનો ઇ ફોર્ટે" હતું. બાદમાં નામ બદલાઈને ફોર્ટેપીયાનો થયું અને બાદમાં પિયાનોફોર્ટ અને આખરે પીયાનો નામ થયું. વર્ષ 1800 સુધીમાં પીયાનો એક લોકપ્રિય કીબોર્ડ સાધન બની ગયું હતું. આ તમામ માહિતી ઈન્ટરનેટ પર મળશે, પરંતુ...
- હવે વાત પીયાનોના ભાવનગર સાથેના સંબંધની...
ભાવનગરમાં પીયાનો શીખવતા માસ્ટર કૃણાલ વૈષ્ણવે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અંદાજે 200 થી 300 વર્ષ પહેલા પિયાનોની શોધ થઈ છે. પહેલા બહુ નાના લેવલના અને જેનું નામ પણ પિયાનો નહોતું તેવા વાદ્ય વગાડતા હતા. સમયાંતરે તેમાં અપડેટ આવતું રહ્યું. આ બધા સાઉન્ડના સેમ્પલ સિન્થેસાઇઝરમાં હોય છે. જૂનામાં જૂનો સાઉન્ડ પણ હાલના વાદ્યમાં વગાડી શકાય છે. મોઝાર્ટના કમ્પોઝિશન આજે પણ મળી રહે છે અને લોકો શીખી રહ્યા છે.
રોયલ ઇન્સ્ટ્રુમેન્ટ "પિયાનો" : પિયાનો એક રોયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ભાવનગરમાં ઘણા બધા શિપ બ્રેકરો છે અને તેમના ઘરમાં પિયાનો છે. શિપ બ્રેકરોના છોકરાઓને જોઈને બીજા છોકરાઓ પણ શીખવા આવે છે. સામાન્ય રીતે જેના ઘરમાં પિયાનો હોય તેને વગાડવાનો સમય ન હોય અને જેની પાસે વગાડવાનો સમય હોય એના ઘરમાં પિયાનો ન હોય. ભાવનગરમાં ઘણા બધા પિયાનો છે અને ઘણા બધા લોકો શીખી રહ્યા છે. યાનીના મિસિસ વગાડે છે, ક્લાસિકલ અને વેસ્ટર્ન શીખવા માટે પણ આવે છે. ટ્રીનીટીનું સેન્ટર એક માત્ર અહીં છે.
અધધ એક કરોડ સુધીની કિંમત : પિયાનોની કિંમત બે-ત્રણ લાખથી શરૂ થાય છે અને એક કરોડ સુધીની કિંમતના પિયાનો મળે છે. ઘરના ખૂણામાં આવી જાય તેવા નાના પિયાનોથી લઈને ફિલ્મમાં દેખાતા અને જેનું શટર પડતું હોય એવા ગ્રાન્ડ પિયાનો સુધીની રેન્જ હોય છે. હવે ડિજીટલ ડિસ્પ્લે અને ઓટોમેટીક સિસ્ટમ વાળા નવા પીયાનો આવ્યા છે, જે ભાવનગરમાં પણ છે. લોકો હવે પિયાનો શીખી ગયા છે અને તેને લેવામાં રસ ધરાવે છે.
પિયાનો સંગીત વાદ્યોનો રાજા શા માટે ? પિયાનોને કિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે. ગીટાર, વાંસળી, વાયોલીન અને સિતાર સહિતના વાદ્યોની અમુક મર્યાદા હોય છે. જેમાં અમુક સપ્તકથી અમુક સોટક સુધી અથવા એક સપ્તકથી બીજા સપ્તક સુધીની મર્યાદા હોય છે. જ્યારે પિયાનો પાસે વાઈડ રેન્જ છે. કોઈપણ માણસ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો સાઉન્ડ સાંભળી શકે. પિયાનો પાસે એ આખી રેન્જ છે.
પિયાનોમાં મોટો બેઝ પણ છે. સાથે વો અને ઉ આમ હાઈ પીચ છે અને લો પીચ છે. બેઝ પણ છે અને શાર્પનેશ છે. એટલા માટે એને કિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે. પિયાનોમાં 88 કી હોય અને તમામ કીમાં બે-બે ત્રણ-ત્રણ તાર વાગે છે. આ કી સાથે એક હથોડી હોય, જેને હેમર કહેવાય, તે પણ ફીટ થયેલી હોય છે, તે તારને અડે એટલે અવાજ આવે છે.
ભાવનગરમાં પિયાનોનો ક્રેઝ : ભાવનગરના યુવાનોમાં પિયાનો શીખવાનો ટ્રેન્ડ હોય છે. ઉપરાંત જે લોકો શીખી નથી શક્યા અને પિયાનો જોયો છે, તેઓ પણ પિયાનો શીખવામાં રસ લઈ રહ્યા છે. વધુમાં પિયાનો શીખેલા હોય અને ખૂબ આગળ ગયા હોય તેવા પચાસેક જેટલા વિદ્યાર્થીઓ પણ છે.
હાલમાં ભાવનગરમાં વાગી શકે એવા પિયાનોનું 10 જેટલા હશે. જોકે, અઢળક પિયાનો અનેક ઘરમાં પડ્યા છે, જે શિપમાંથી આવેલા હોય. ઘણા એવા હોય કે જેને અપગ્રેડ કરીને ચાલુ કરી શકાય. પરંતુ એ દરિયાના શિપમાંથી આવ્યા હોય અને એને શિપમાંથી નીચે ઉતાર્યા હોય એટલે ડેમેજ થયા હોય છે. જેને રીપેર કરો તો એટલું બધું મોંઘું થતું હોય કે તેને ઘરમાં માત્ર ડિસ્પ્લે પૂરતા રાખ્યા હોય છે.
પિયાનોની જાળવણી અને ટ્યુનિંગ : પિયાનોની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. પિયાનોને ટ્યુનિંગ કરવું પડે છે. ધારો કે 88 કી વાળો પિયાનો હોય તો તેમાં 280 થી 288 તાર હોય છે, એ દરેક તારનું ટ્યુનિંગ કરવા પડે છે. જેમ કે શોમાંથી બીજા શોમાં જતો હોય તો તેના ટ્યુનીંગમાં પણ ફેરફાર થઈ જતો હોય છે. ઉપરાંત એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ ઘણા બધા માણસોને ભેગા થવું પડે છે. આથી આ વાદ્ય રોયલ ઈન્સ્ટ્રુમેન્ટ છે.