ETV Bharat / state

અભ્યાસક્રમમાં ભગવદ્દ ગીતાનો સમાવેશ બાળકોમાં સંસ્કાર, નૈતિકતા અને આધ્યાત્મિક ભાવનાનું સિંચન કરશે: CM - BHAGWAT KATHA

સુરતના વલથાણમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ હતી, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને કથાનું શ્રવણ સાથે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.

સુરતના વલથાણમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ
સુરતના વલથાણમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 22 ડિસેમ્બરે સુરત જિલ્લાના વલથાણ-પુણા ગામ સ્થિત વૃંદાવનધામ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)- સુરત તથા દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત "શ્રીમદ્ ભાગવત કથા"માં સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રીએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવીને કથાનું શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિકતાના પુનઃજાગરણનો નવો યુગ શરૂ થયો છે.

સુરતના વલથાણમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ (Etv Bharat Gujarat)

ભાગવતકથાના સદ્દકાર્ય દ્વારા યુવા પેઢીમાં અધ્યાત્મ અને સંસ્કારના સિંચન માટે કાર્ય કરનારા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળને અભિનંદન પાઠવ્યા હતા.

CMએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા
CMએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા (Etv Bharat Gujarat)

મુખ્યપ્રધાને આગળ જણાવ્યું હતું કે, વ્રજરાજકુમારજી મહારાજના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, આરોગ્ય, ગરીબ કલ્યાણ જેવા 20 ક્ષેત્રે દેશ-વિદેશમાં સેવા કાર્યો થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે અનેકવિધ કાર્યો કરી રહ્યા છે, જે બદલ તેમણે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.

હર્ષ સંઘવીએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા
હર્ષ સંઘવીએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા (Etv Bharat Gujarat)

CM ઉમેર્યુ હતું કે, વડાપ્રધાનએ ‘ગુજરાતના વિકાસથી દેશના વિકાસ’ના ધ્યેયમંત્ર સાથે ગુજરાત આગળ વધી રહ્યું હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજએ આશીર્વચન આપતા કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, બાળકોમાં સંસ્કાર, નૈતિકતા અને આધ્યાત્મિક ભાવનાનું સિંચન કરશે.

શ્રોતાઓને સંબોધન કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
શ્રોતાઓને સંબોધન કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Etv Bharat Gujarat)

અભ્યાસમાં આ પહેલ બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિકસિત ભારત બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે આપણે સભ્ય નાગરિક તરીકે વિકાસની યાત્રામાં યોગદાન આપીએ એમ જણાવ્યું હતું.

સુરતના વલથાણમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
સુરતના વલથાણમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન (Etv Bharat Gujarat)

આ પ્રસંગે આ.સી.સીના અધ્યક્ષ જય શાહ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, ધારાસભ્ય કિશોર કાનાણી તથા કાંતિ બલર, મેયર દક્ષેશ માવાણી, અગ્રણી સર્વ રમેશભાઈ ધડુક, નૈમેષભાઈ ધડુક, જિજ્ઞેશભાઈ પાટીલ તથા મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા.

  1. ગુજરાતમાં AI ટાસ્કફોર્સઃ મુખ્યમંત્રીએ કરેલી આ જાહેરાતનો થશે તાત્કાલિક અમલ
  2. ગુજરાતના 5 રસ્તાઓના રિસરફેસિંગ માટે CMએ ફાળવ્યા 131 કરોડ, જાણો કયા રોડ ફરી ચકાચક બનશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.