ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે એક હાથી રાતથી ગૌલા નદીની વચ્ચોવચ ફસાયો - વન વિભાગે હાથીને બચાવવાની કામગીરી શરૂ કરી
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડમાં ભારે વરસાદનો સિલસિલો યથાવત્ છે. ત્યારે માણસોથી લઈને પ્રાણીઓ પણ હવે પાણીમાં ફસાઈ રહ્યા છે. ત્યારે ગૌલા નદીની વચ્ચોવચ એક હાથી ફસાઈ ગયો હતો, જેને બચાવવા માટે વન વિભાગે બચાવ કામગીરી કરી હતી. અહીં વર્ષ 1993 પછી પહેલા વખત એવું થયું છે કે, ગૌલા નદીમાં 90,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. નદીના દેવરામપુરની પાસે એક ટેકરા પર હાથી ફસાઈ ગયો હતો. નદીના તેજ પ્રવાહના કારણે હાથી રાતથી નદીમાં ફસાયેલો છે. જોકે, સવારે ગ્રામ્યજનોએ હાથીને ફસાયેલો જોતા વન વિભાગની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ તરાઈ પૂર્વી વન વનિભાગના વન ક્ષેત્રાધિકારી સંદિપ કુમારે કહ્યું હતું કે, ગ્રામ્યજનોએ હાથી ફસાયેલો હોવાની સૂચના વિભાગને આપી છે. ત્યારે વિભાગે ઘટનાસ્થળે પહોંચીને હાથીને બચાવવાનું કામ શરૂ કર્યું છે. જોકે, નદીમાં વધુ પાણી હોવાના કારણે બચાવ કામગીરીમાં તકલીફ પડી રહી છે. જ્યારે પાણી ઓછું થયા પછી હાથી જાતે જ જંગલ તરફ જતો રહેશે.