તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુકો અને ભીનો કચરો અલગ કરવામાં આવશે: CM રુપાણી - environment news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ક્રેડાઇ નેશનલના ચેરમેન જક્ષય શાહે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલી નીતિવિષયક સુધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજનથી સમગ્ર રાજ્યમાં સુનિયોજિત વિકાસની બહારથી રોકાણકારોનો પ્રવાહ વધશે. તેમજ વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપ પણ વધવાને પરિણામે શહેરમાં માયગ્રેશનને લીધે વધારાના આવાસોની માંગ ઉભી થશે. જેથી મિલકત ખરીદવા માટેની આ ઉત્તમ તક છે. જેમાં મહત્વની જાહેરાત પર્યાવરણ બચાવવા માટે થઇ અને મહત્વનો નિર્ણય પણ લેવાયો. જેમાં આજથી તમામ કન્સ્ટ્રકશન સાઇટ પર સોલિડ વેસ્ટનો અમલ કરાશે. તેમજ તમામ કન્સ્ટ્રકશન સાઇટ પર ભીનો અને સૂકો કચરો અલગ કરાશે.