રાજકોટમાં મહિલા પાસેથી મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ ઝડપાયું - SOG માદક પદાર્થ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે. મીના બાબુભાઇ બગડા નામની આ મહિલા પાસેથી એસઓજીને માદક પદાર્થ એટલે કે મ્યાંઉ મ્યાંઉ અને મેફેડ્રોન નામે ઓળખાતું ડ્રગ્સ મળી આવ્યું છે. આ મહિલાને ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પાસે રહેલ 9.77 ગ્રામ જેટલું ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેની કિંમત અંદાજીત 97,700 જેટલી છે. હાલ આ મહિલાને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે.