ડ્રગ્સ કાંડના આરોપીને ભુજ કોર્ટમાં રજૂ કરાયો, 9 દિવસના રિમાન્ડ મંજૂર
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લાના જખૌ બંદરેથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર સાથેના 175 કરોડના ડ્રગ કેસના આરોપીને મંગળવારના રોજ ATSએ ભુજ કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ATSએ આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વિવિધ મુદ્દે આરોપીના રિમાન્ડની માગણી કરી હતી, 175 કરોડના ડ્રગ્સ અને ડ્રગ્સનો મોકલનાર પાકિસ્તાની આરોપી ભારતમાં આ માલની ડિલિવરી લેનાર આરોપી સહિતની કડીઓ મેળવવાની માંગ સાથે અન્ય બે રાજ્યોમાં પણ તપાસ કરવાનો મુદ્દો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, તમામ મુદ્દાઓને ધ્યાને રાખી ભુજ અધિક સેશન્સ કોર્ટે આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.