માલપુરમાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો મુશ્કેલીમાં - માલપુરમાં બિસ્માર રોડ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લ્લામાં રસ્તા ઓછાને ખાડા વધુ છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તાઓની ખરાબ હાલતના કારણે અનેકવાર ગંભીર અકસ્માતો પણ સર્જાયા છે. તંત્રમાં આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ તાત્કાલિક રોડ બનાવવાની માગ કરી છે. જો આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.