ગોધરામાં જિલ્લાકક્ષાનો 'રાષ્ટ્રીય એકતા' દિવસ કાર્યક્રમ યોજાયો - રાષ્ટ્રીય એકતા દિવસ 2019
🎬 Watch Now: Feature Video

પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરા ખાતે 31મી ઓક્ટોબર એટલે ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ગોધરા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય એકતા દિવસ 2019 કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત યોજાયેલી રન ફોર યુનિટી મેરેથોન દોડમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, તેમજ સરકારી કર્મચારીઓ, પદાધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન અને હાલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમને મેરેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રન ફોર યુનિટી મેરેથોન દોડ પોલીસ હેડકવાર્ટર ખાતેથી નીકળીને ગાંધી ચોક, સરદાર નગરખંડ, એલ.આઇ.સી રોડ, અંબે માતા મંદિર, બસ સ્ટેન્ડથી પરત પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરી હતી.