સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપની કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સંદર્ભે બેઠક યોજાઇ - કૃષિ બિલ સંદર્ભે બેઠક યોજાઇ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9948720-thumbnail-3x2-dcfsd.jpg)
સુરેન્દ્રનગર : નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપની કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં સરકારના ત્રણ કૃષિ કાયદા વિશે માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. સરકારના કૃષિ કાયદા વિશે કોંગ્રેસ પક્ષ ખોટી ગેરસમજ ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ આક્ષેપ કર્યા હતા. સરકાર શરૂઆતથી જ ખેડૂતો સાથે રહ્યી છે અને કૃષિ કાયદા ખેડૂતો માટે લાભદાયી અને ફાયદાકારક હોવાનું પણ જણાવ્યું હતું. આ બેઠકમાં કૃષિપ્રધાન આર.સી. ફળદુ, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ આઇ.કે. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.