વલસાડ BRC ભવનમાં 169 દિવ્યાંગ બાળકોને સાધન સહાય કીટનું વિતરણ કરાયું - બાળકોને સાધન સહાય કીટનું કરાયું વિતરણ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6024691-thumbnail-3x2-fjkdshfjk.jpg)
વલસાડઃ શહેરમાં BRC ભવન ખાતે વલસાડ અને પારડી તાલુકાના વિવિધ વિભાગમાં આવતા દિવ્યાંગ બાળકોને અંદાજીત રૂપિયા 12 લાખની કિંમતના સાધનોની સહાય આપવામાં આવી હતી. સમાજમાં માન અને સ્વમાન ભેર જીવી શકે, સહાય વિતરણ કેમ્પનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શનમાં યોજાયો હતો. જેમાં કુલ 169 જેટલા બાળકોને તેમના જરૂરિયાતને અનુરૂપ સાધનોની સહાય કરવામાં આવી હતી. જેમાં 129 એમ આર કીટ, 3 સી.પી, 16 બ્લાઇન્ડ, 22 ઓ એસ, 4 એમ ડી, 15 એચ આઈ, એમ 169 દિવ્યાંગ બાળકોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.