ડાકોરમાં તુલસીના છોડનું વિતરણ કરી PMના જન્મ દિવસની કરાઈ હતી ઉજવણી.... - ડાકોર રણછોડરાયજી મંદિર
🎬 Watch Now: Feature Video
ખેડાઃ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પણ અનોખી રીતે વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડાકોર રણછોડરાયજી મંદિરના દ્વાર સામે નગરપાલિકા તેમજ શહેર ભાજપ સંગઠન દ્રારા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને 3 હજાર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પવિત્ર ગોમતીજીમાં નવા નીરનાં વધામણાં કરી આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, અધિકારીઓ, કર્મચારીઓ સહીત ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.