સુરત મનપાની સામાન્ય સભા તોફાને ચઢી, અપશબ્દો બોલાયાનો ગણગણાટ - surat water meter news
🎬 Watch Now: Feature Video
સુરતઃ પ્રજાહિત માટે મળેલી સુરત મનપાની સામાન્ય સભા યુદ્ધ માટે રણભૂમિ બની ગઈ. અનેકવાર કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા, તેમાંય પાણીના મીટર બાબતે ચાલી રહેલો કકળાટ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતમાં મોટાવરાછા, યોગીચોક સહિતના વિસ્તારોમાં પાણીના મીટર સામે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મળનારી સામાન્ય સભા પહેલા કોંગ્રેસના કોર્પોરેટરોએ વિવિધ બેનરો સાથે સભાગૃહની બહાર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે સભાગૃહ પર ભાજપના કોર્પોરેટર આવી પહોંચતા બન્ને પક્ષના સભ્યો વચ્ચે નારાબાજી થઈ હતી. કોંગ્રે ના કોર્પોરેટર દ્વારા પાણીના મીટર દૂર કરવાની માગ કરી હતી. તેમજ માગ ન સંતોષાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. આ સાથે જ અહીં સામાન્ય સભામાં અપશબ્દો બોલાયા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો હતો.