વલસાડ: સંઘ પ્રદેશ દમણમાં પર્યટકોને આકર્ષવા માટે મોટી દમણ ખાતે સેલ્ફી સ્ટ્રીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં ગોવાની જેમ જૂના મકાનોની વિવિધ સજાવટ સાથે વિવિધ રંગો આકર્ષક રીતે પૂરવામાં આવ્યા છે. જ્યાં સેલ્ફી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ સેલ્ફી સ્ટ્રીટને આજે ઉત્તરાયણ પર્વને લઈને પતંગોથી સજાવવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો સેલ્ફી લેવા ઊમટી પડ્યા હતા.
રંગબેરંગી રંગોની સેલ્ફી સ્ટ્રીટ: સંઘ પદેશ દમણમાં રહીને જો તમને ગોવાનો અહેસાસ જોઇતો હોય તો મોટી દમણમાં બનેલી સેલ્ફી સ્ટ્રેટની અવશ્ય મુલાકાત લેવી. મોટી દમણમાં બનાવવામાં આવેલી સેલ્ફી સ્ટ્રેટ ઓલ્ડ ગોવાની યાદ અપાવે છે જ્યાં ગોવામાં પોર્ટુગીઝ સમયના જુના મકાનો જે રીતે તૈયાર થતા હતા તે તમામ મકાનોને રંગબેરંગી રંગો પુરીને સેલ્ફી માટે આખી સ્ટ્રેટ તૈયાર કરવામાં આવી છે જ્યાં પર્યટકો મોટી સંખ્યામાં સેલ્ફી લેવા માટે ઉમટી પડે છે.
મોટી દમણ કિલ્લામાં લોકોની ભીડ: પોર્ટુગીઝ સમયના કિલ્લામાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. આ કચેરીની આસપાસ બનેલી જૂની ઇમારતો આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. પ્રશાસન દ્વારા લોકોને આકર્ષવા માટે અહીં આ જૂના મકાનો રંગ રોગાન કરીને મુખ્ય માર્ગ ઉપર સેલ્ફી સ્ટ્રીટ બનાવવામાં આવી છે. જ્યાં આવનારા તમામ પર્યટકો પોતાના સાથી સાથે સેલ્ફી પડાવીને દમણની યાદો તેમની સાથે લઈ જતા હોય છે.
સેલ્ફી સ્ટ્રીટમાં વિશેષ સજાવટ: ઉતરાયણ પર્વનું અનેરૂ મહત્વ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં જોવા મળે છે. ત્યારે અહીં આવનારા પર્યટકોને આકર્ષવા માટે સેલ્ફી સ્ટ્રીટના મુખ્ય માર્ગ ઉપર એક ખુલ્લો મંડપ બનાવી ઉપરના ભાગે મોટા પતંગો લગાવવામાં આવ્યા છે. રંગબેરંગી પતંગોને લઈને સમગ્ર સ્ટ્રીટ ઉપર આવનારા લોકો માટે આ સજાવટ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જ્યાં સેલ્ફી લેવા માટે આવનારા પર્યટકો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહ્યો છે.
દમણમાં દેવકા અને જમ્પર બીચનું આકર્ષણ: કેન્દ્રશાસિત પ્રદેશમાં શનિ-રવિની રજામાં પરિવાર સાથે સહેલગાહે સુરત, નવસારી, વડોદરા, અમદાવાદ, મુંબઈ જેવા અનેક શહેરોથી લોકો પોતાના પરિવાર સાથે અહીં આવે છે. દરિયા કિનારે આવેલા બીચ ઉપર પોતાના પરિવાર સાથે તેઓ પ્રકૃતિની મોજ માણતા હોય છે. આ સાથે જ દમણમાં દારૂબંધી ન હોવાને કારણે મોટાભાગના લોકો દારૂ પીવા માટે આવતા હોય છે. દમણમાં જોવાલાયક સ્થળોમાં દેવકા બીચ અને જમ્પોર બીચ છે. જગ ગાર્ડન અને બાળકો માટે રમતોની વિવિધ એક્ટિવિટી કરી શકાય, એવી અનેક રાઇડો પણ છે. જેને લઇને બાળકો પણ અહીં આવીને ગેલમાં આવી જાય છે.
સુરક્ષાની દ્રષ્ટિએ પરિવાર સાથે આવવું સુરક્ષિત: અહીં આવનારા મહિલા પર્યટકે જણાવ્યું કે, અગાઉ લોકો દમણ માટે એવું કહેતા હતા કે, દમણ સુરક્ષિત નથી. પરંતુ અહીં આવ્યા. બાદ આજે એટલો ખ્યાલ આવ્યો કે, દમણ ખૂબ જ શાંત અને સુરક્ષિત શહેર છે. લોકોમાં કેટલીક ચાલતી માન્યતાઓ આજે અહીં આવ્યા બાદ બદલાઈ ગઈ છે. પરિવાર સાથે કોઈ પણ અહીં ફરવા માટે આવી શકે છે. તેમ જ અહીંના વિવિધ બીજ અને શણગારવામાં આવેલા સેલ્ફી સ્ટ્રેટ માટે પણ તેમણે પ્રશાસનનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આમ ઉતરાયણ પર્વને લઈને દમણમાં આવનારા પર્યટકો માટે મોટી દમણ ખાતે બનેલું સેલ્ફી સ્ટ્રીટ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે.
આ પણ વાંચો: