સુરત: ફાયર સેફ્ટીનો અભાવ, ફાયર વિભાગે સ્કૂલ, શો રૂમને સીલ કર્યા - Surat Fire Department
🎬 Watch Now: Feature Video
સુરત: તક્ષશિલા અગ્નિકાડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. સુરત શહેરના તમામ મોલ, મલ્ટીપ્લેક્સ, સ્કૂલ, કોલેજ તથા કારના શો રુમ સંચાલકોને ફાયર સેફટીના સાધનો લગાવવા આદેશ આપ્યો હતો. ફાયર વિભાગના આદેશ બાદ પણ કેટલાક લોકો દ્વારા ફાયર સેફટીના સાધનો મુકવામાં આવ્યા ન હતા. જેના કારણે ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. હુંડાઈ, કિરણ મોટર્સ, વોક્સ વેગન કારના શોરૂમમાં અને વિદ્યાલય અને પંપ કિંગ નર્સરી સ્કૂલને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ લોકોને ફાયર સેફટીના સાધનો અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ દ્વારા ફાયરના સાધનો લગાવવામાં આવ્યા ન હતા. જેથી ફાયર વિભાગ દ્વારા આ તમામ શો રૂમ તથા સ્કૂલને સીલ કરવામાં આવી હતી.