સ્વચ્છતાના આગ્રહી નરેન્દ્ર મોદીના ઉદ્ઘાટન કરેલા બોર્ડ નીચે જ ગંદકી - સ્વચ્છતા
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ: સ્વચ્છતાના આગ્રહી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ પામેલ રિવરફ્રન્ટના રસ્તા ઉપર તેમની તકતીની નીચે જ ગંદકી અને એંઠવાડાના કચરાના ઢગલા ખડકાયેલા છે. પરંતુ સ્થાનિક લોકો ઉપર સ્વચ્છતા રાખવાના તેમજ પોતાના વિસ્તારની થતી ગંદકીની કોઈ દરકાર કરવામાં આવતી નથી. આ અંગે સમાજ જાગૃત નાગરિક જાહિદ ભાઈ શેખ દ્વારા ઘણી વખત તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જરૂરી કાર્યવાહી કે પગલા લેવામાં આવ્યા નથી.