ધારીનું આંબરડી સફારીપાર્ક પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાયું - Guess Amreli
🎬 Watch Now: Feature Video
અમરેલી: ધારી નજીક આંબરડી સફારી પાર્ક 400 એકરમાં ફેલાયેલું છે. આ સફારી પાર્ક એશિયાનું સૌથી મોટું સફારી પાર્ક છે. કોરના કાળ બાદ આ સફારી પાર્ક છેલ્લા 6 મહિનાથી બંધ હતું. જે ગાંધી જયંતી નિમિત્તે ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેને લઈને પ્રવાસીઓમાં ખૂબ જ આનંદ છવાયો છે. લાંબા સમય બાદ ધારીનું આંબરડી સફારી પાર્ક ખુલતા પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે અહીં કોરોના મહામારીને લઈને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવે છે, તેમજ બસમાં પણ 50 ટકા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવે છે.