ખેડામાં મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્ણ ઉજવણી - Kheda News
🎬 Watch Now: Feature Video
ખેડાઃ વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શિવરાત્રી મહોત્સવની ભક્તિભાવ પૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. મોડી રાતથી જ શિવાલયોમાં દર્શન પૂજન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. દિવસ દરમિયાન ઠેર-ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખેડા જિલ્લામાં ભગવાન મહાદેવની ભક્તિના પાવન પર્વ મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદ, ડાકોર, કઠલાલ, કપડવંજ, મહુધા, મહેમદાવાદ સહિતના શહેરો તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.