અમદાવાદ : આજે 12 જાન્યુઆરી, રવિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. મનમાં સ્થિરતા અને નિર્ણાયકતાનો અભાવ હોવાથી આપ ઝડપથી કોઇ નિર્ણય નહીં લઇ શકો. આના પરિણામે અગત્યના કાર્યો મુલતવી રાખવા પડે. નોકરી ધંધામાં હરીફોનો સામનો કરવાની તૈયારી રાખવી. જો, થોડી વૈચારિક સ્થિરતા અને આત્મવિશ્વાસ કેળવશો તો, નવાં કાર્યની શરૂઆત કરવા પ્રેરાઓ. સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિઓ સાથે બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. નાનકડો પ્રવાસ થાય. સ્ત્રી વર્ગને બોલવા પર સંયમ રાખવાની સલાહ છે. સાહિત્ય લેખન માટે અનુકૂળ દિવસ છે.
વૃષભ: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપે તમામ પ્રકારની દ્વિધાઓ બાજુ પર મૂકીને મનને એકાગ્ર અને સ્વસ્થ રાખવાની જરૂર છે, કારણ કે મનની અસ્થિરતાના કારણે આપ હાથમાં આવેલી સુવર્ણ તક ગુમાવી દો તેવી શક્યતા છે. આજે આપે જિદ અને મમત છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ભાઇભાંડુઓ વચ્ચેના સંબંધો વધુ ઉષ્મા અને સહકારભર્યા બનશે. કલાકારો, લેખકો અને કારીગરો જેવા મૌલિક સર્જકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. આરોગ્ય સારું રહે.
મિથુન: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. તન- મનથી તાજગી અને પ્રફુલ્લિતતા અનુભવશો. ઘરમાં મિત્રો- સગાં સ્નેહીઓના આગમનથી ખુશાલીભર્યું વાતાવરણ રહે. ભાવતાં ભોજન મળવાના અને સુંદર વસ્ત્ર પરિધાનના યોગ છે. આર્થિક લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો- સગાં સંબંધીઓ તરફથી ભેટ- ઉપહાર મળે. દાંપત્યજીવનમાં સુખશાંતિ અને નિકટતા અનુભવાય. આપને નકારાત્મક વિચારો મન પર હાવિ ન થવા દેવાની સલાહ છે.
કર્ક: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના કુટુંબમાં લોકો સાથે મતભેદ ટાળવા માટે બાંધછોડની નીતિ રાખી શકો છો તેમજ કામકાજમાં સહકાર અને વર્તનમાં આત્મીયતા વધારશો તો વધુ ફાયદો થશે. મુંઝવણને કારણે મહત્વના નિર્ણયો હમણાં ના લઈ શકો તો બીજાનું માર્ગદર્શન લેવું. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ ટાળવાની સલાહ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નહી રહો તો સ્વાસ્થ્ય કથળશે. કાનૂની બાબતોમાં સાવચેત બનીને આગળ વધવું પડશે. આપની પ્રતિષ્ઠાને કલંક લાગે અથવા આર્થિક હાનિ થાય તેવા કોઈપણ કાર્યથી અત્યારે દૂર રહેવામાં તમારી ભલાઈ છે.
સિંહ: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના વેપાર ધંધામાં આજે લાભ થશે અને આવક વધશે. સારું ભોજન ગ્રહણ કરશો અને મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રો આપને મદદરૂપ થઇ શકશે. પુત્રને મળવાનું થાય. વડીલો આપને સાથ આપશે. સારા પ્રસંગો યોજાય. સ્ત્રીઓ તરફથી સુખ અનુભવાશે. નવી વસ્તુ ખરીદવા માંગતા હોવ તો સમય યોગ્ય છે.
કન્યા: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ નવા કાર્યોની યોજનાને અમલમાં મુકી શકશો. વેપાર અને નોકરી કરતા લોકો આજના દિવસે લાભ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના પર કૃપા વરસાવે અને ઉચ્ચ પદ મળવાની શક્યતા છે. પિતા તરફથી કોઇ લાભ મળી શકે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં માહોલ આનંદમય રહેશે. બિઝનેસના કામથી પ્રવાસ થઇ શકે. દાંપત્યજીવનમાં મનમેળ રહેશે.
તુલા: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. સાહિત્યમાં રસ ધરાવનારા તેમજ બુદ્ધિશાળી લોકોને મળીને જ્ઞાનની વાતોમાં સમય પસાર કરી શકશો. નવા કામની શરૂઆત કરી શકશો. આપ લાંબી મુસાફરી કે કોઇ યાત્રાધામના દર્શનાર્થે જાવ તેવી શક્યતા છે. વિદેશગમન થાય કે ત્યાં રહેતા સ્વજનોના સમાચાર મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય કથળે. સંતોનોના પ્રશ્નો સતાવે.
વૃશ્ચિક: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપે આપના સ્વભાવ અને વર્તન પર જેટલો કાબુ રાખશો એટલા સરળતાથી તમારા કાર્યો પાર પડશે. કોઇ નવું કાર્ય શરૂ કરતા પહેલા દરેક પાસાનો ઉંડો અભ્યાસ કરવો. આરોગ્ય સંભાળવાની સલાહ છે. મને ગમતી હોય તેવી પ્રવૃત્તિમાં ધ્યાન આપવું અને ખાનપાન બાબતે વધુ સભાન રહેવું પડશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. ધાર્મિક કાર્ય કે સાધના માટે સમય સારો છે. વિચારો અને ચિંતનથી મનને શાંત કરી શકશો.
ધન: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ તર્ક અને બુદ્ધિપૂર્વકના વિનિમય માટે ઘણો સારો છે. પ્રવાસ, મનોરંજન, મિત્રો સાથે મુલાકાત, સ્વાદિષ્ટ ભોજન અને વસ્ત્રો, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આપને વધુ આનંદિત કરશે. આપને ભાગીદારીથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપનું માન સન્માન વધશે.
મકર: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. વેપાર ધંધામાં વૃદ્ધિ અને આર્થિક યોજનાઓ બનાવવા માટે આજે દિવસ સારો છે. નાણાંની આપ-લે સારી રીતે કરી શકશો. જે લોકો આયાત-નિકાસનું કામ કરતા હશે તે લાભ મેળવી શકશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. કાયદાકીય બાબતોથી બચીને રહેવું. સ્વાસ્થ્ય સારું રહેશે. વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં.
કુંભ: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ તમને અસમંજસમાં રાખી શકે છે. વિચારો ઝડપથી બદલાવાને કારણે આપ દ્વિધામાં અટવાશો અને કોઇ નિર્ણય પર આવી નહીં શકો. સંતાનો સાથે શક્ય હોય ત્યાં સુધી વધુ સમય વિતાવજો. આપને પેટની તકલીફો રહેતી હોયતો અત્યારે ભોજનમાં ધ્યાન ના આપવાથી સમસ્યા વધે તેવી શક્યતા છે. જો કામમાં નિષ્ફળ થાવ તો હતાશ થયા વગર બમણા ઉત્સાહ સાથે આગળ વધો, જીત તમારી નજીકમાં જ છે. અણધાર્યા ધનખર્ચ માટે તૈયાર રહેવું. સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ સારો છે.
મીન: આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપે દરેક સાથે વાણી અને વર્તનમાં સાવચેત રહેવું પડશે. પરિવારમાં મતભેદ ટાળવા માટે દરેક સાથે વિનમ્રતાથી વર્તીને સ્થિતિ અંકુશમાં લઈ શકો છો. માતાના સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવી પડશે. મનમાં ઉચાટ રહેતો હોય તો અત્યારે મેડિટેશન કરવાની ખાસ સલાહ છે. આર્થિક ખોટ અને પ્રતિષ્ઠાને કલંક પહોંચે તેવા કોઈપણ કાર્યોથી શક્ય એટલા દૂર રહેવું. નોકરીમાં સમર્પણ ભાવના વધારવી પડશે અને વધુ કામ કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. સ્થાવર મિલ્કતમાં દસ્તાવેજ કરવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. સ્ત્રી સાથેના સંબંધોથી નુકસાન થઇ શકે.