સુરેન્દ્રનગર વડાવાળા મંદિરે દિવાળી પર્વે ભક્તો દર્શન માટે ઉમટયા - વડવાળા મંદિર સુરેન્દ્રનગર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4891819-thumbnail-3x2-snr.jpg)
સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશ અને ગુજરાતમા ધામધૂમથી નવા વષૅની ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારત ભરના રબારી અને માલધારી સમાજની ગુરુ ગાદીનું સ્થાન એવું દૂધરેજ વડવાળા ધામ નિમિતે આજના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહી દર્શનાથે આવે છે, નવા વષૅની શરૂઆતની સાથે જ લોકો પોતે મંદિરના દર્શન કરીને પોતાના રોજગાર અને ધંધાનુ મુર્હત કરતા હોય છે. વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામદાસજી બાપુએ લોકોને નવા વષૅની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતુ કે લોકોને પોતાનુ નવું વષૅ સુખમય તેમજ આનંદમીય અને ની રોગી બની રહે સાથે સાથે લોકો શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તેમજ ય્યસન થી દુર રહે તેમજ ય્યસન મુકત રહીને સારૂ ,સુખમય જીવન જીવી શકાય તેવી શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે સમગ્ર ભારત ભરના માલધારીઓ અને રબારી સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.