જામનગરનું બાલા હનુમાન મંદિર બન્યું રામમય, ભક્તોએ અખંડ રામધૂનનો લીધો લાભ - Devotees took advantage
🎬 Watch Now: Feature Video
જામનગર: અયોધ્યામાં રામ જન્મ ભૂમિના શિલાન્યાસના પગલે દેશભરમાં દિવાળી જેવો માહોલ હતો, ત્યારે જિલ્લામાં પણ છેલ્લા 56 વર્ષથી ચાલતી અખંડ રામધૂન એટલે કે બાલા હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં. તમામ ભક્તોએ રામધૂનમાં ભાગ લીધો હતો અને મહા આરતીનો લ્હાવો પણ લીધો હતો. આ તકે ભક્તોમાં એ ઉત્સાહ છે કે 530 વર્ષ બાદ ભગવાન રામ નિજ મંદિરે પધાર્યા છે. આ ઐતિહાસિક પ્રસંગને પગલે દેશભરના રામ મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતાં. આ વચ્ચે શહેરના હનુમાન મંદિરમાં પણ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
Last Updated : Aug 6, 2020, 4:11 AM IST