સુરત જિલ્લા કોર્ટ બહાર પ્રતિક ઉપવાસ કરી રહેલા વકીલોની અટકાયત - Surat news
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લા કોર્ટ બહાર વકીલો દ્વારા એક દિવસનો પ્રતીક ઉપવાસ રાખવામાં આવ્યો હતો. મુખ્ય બે માગણીઓ સાથે વકીલો એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. ફિજીકલી કોર્ટ શરૂ કરવા વકીલોએ પ્રતીક ઉપવાસ રાખ્યા હતા. જરૂરિયાતમંદ વકીલોને સરકાર તરફથી બે લાખની લોન આપવાની માગ પણ કરવામાં આવી હતી. જોકે કોર્ટ સંકુલમાં પ્રતીક ઉપવાસની પરવાનગી વગર બેઠેલા વકીલોની પોલીસે અટકાયત કરી હતી. કોર્ટની બહાર રોડ પર પ્રદર્શન કરનારા પાંચ વકીલોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી.