કચ્છ: ચૂંટણી પ્રચાર માટે અબડાસા આવેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેશુભાઈને પુષ્પાજંલિ આપી - Abdasa seat of Kutch district
🎬 Watch Now: Feature Video
કચ્છ/અબડાસા: અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં આજે શનિવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પ્રચાર માટે આવ્યા હતા. નખત્રાણા આવી પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની શોકસભામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે કેશુબાપાના માર્ગદર્શન સહિતની જૂની યાદોને વાગોળી હતી અને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. પત્રકારો સાથે વાત કરતાં નીતિન પટેલે જણાવ્યું કે, 'હું અહીંયા કોઈ એક સમાજ માટે નથી આવ્યો, રાજ્ય સરકારે કરેલા વિકાસ કાર્યોની વાત કરવા આવ્યો છું'.