હેબતપુરની Euro School ની દાદાગીરી, DEO એ શો કોઝ ફટકારી માન્યતા રદ કરવા નોટિસ આપી - એફઆરસી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 22, 2021, 2:20 PM IST

અમદાવાદના હેબતપુરમાં આવેલ યુરો સ્કૂલની ( Euro School Hebatpur ) માન્યતા રદ કરવા ડીઈઓએ શો રોઝ નોટિસ ( DEO show cause notice to Euro School ) પાઠવી દીધી છે. ત્યારે deo દ્વારા તપાસ કરતા સ્કૂલમાં સ્કૂલને લગતા નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેવું સામે આવ્યું હતું. એફઆરસીએ ( FRC ) નક્કી કરેલી ફીની મર્યાદા કરતા વધુ ફી વસૂલવામાં આવતી હોવાથી DEO નોટિસ ફટકારી છે. અમદાવાદ ડીઈઓ (DEO Ahmedabad ) દ્વારા સ્કુલમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અત્યાર સુધી ફીના ( Fee ) ધોરણો શું હતાં અને સ્કૂલને માન્યતા ક્યારે મળી તે પ્રકારની વિગતો મંગાવી હતી પરંતુ તે પણ શાળા સત્તાધીશો દ્વારા પૂરી પાડવામાં નથી આવી. યુરો સ્કૂલ દ્વારા માન્યતાના પત્રો, ઉઘરાવેલી ફીની વિગતો અને જરૂરી દસ્તાવેજો રજૂ ન કરાતા ગ્રામ્ય ડીઈઓએ માન્યતા રદ કેમ ન કરવી તે અંગે કારણદર્શક નોટિસ આપી છે. વાલીઓ દ્વારા એફઆરસીમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી કે નક્કી કરેલી ફી કરતા વધારે ફી ઉઘરાવવામાં આવે છે. ગ્રામ્ય ડીઈઓએ સ્કૂલને 5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો પરંતુ સ્કૂલે તે દંડ પણ ભર્યો ન હતો. આગામી સમયમાં કેટલીક સ્કૂલો સામે deo એ લાલ આંખ કરશે અને કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.