મોરબીના શકત શનાળા ગામથી રાજપર સુધોનો રોડ બીસ્માર હાલતમાં - District Panchayat President
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7971349-1107-7971349-1594378061879.jpg)
મોરબીઃ જિલ્લામાં શકત શનાળા ગામથી રાજપર સુધીનો રોડ અતિ બીસ્માર હાલતમાં છે. ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રીના સમયે અકસ્માતનો ભય રહેતો હોવાથી તાત્કાલિક રોડ બને તેવી માગ કરી છે. રોડ પર પથ્થર પથારી દેવામાં આવ્યા છે, પરંતુ રોડને ડામરથી મઢવાનું કામ બાકી હોય ત્યાં ઓછા વરસાદમાં રસ્તામાં મોટા ખાડા થયા છે. જેથી કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તે પૂર્વે રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી છે.