બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની છાપી ગામમાં ઓચિંતી મુલાકાત - બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ જિલ્લા વિકાસ અધિકારીએ છાપી ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાપંચમાં થયેલા કામોની સ્થળ મુલાકાત લઇ વિસ્તૃત માહિતી એકઠી કરી હતી. સરકારના આદેશ પ્રમાણે છેલ્લા 4 વર્ષ માં 14 માં નાણાપંચ અંતર્ગત જે કામો થયા છે તેની ચકાસણી કરી હતી. છાપી ગામમાં મુખ્ય બજાર વચ્ચે પેવર બ્લોકનું માપ, છાપી બજારથી મહેશ્વરી કોલોની સુધી બ્લોકનું કામ, છાપી જ્યોતિનગર રાહતપરામાં સીસીટીવી રોડ અને છાપી જ્યોતિ નગરમાં ગટરલાઈનનાં કામની સ્થળ ચકાસણી કરી રેકર્ડ તપાસ્યુ હતું. આ મુદ્દાઓ પર નિરીક્ષણ કરી તેનો અહેવાલ વડી કચેરી પણ મોકલાવશે .જિલ્લા વિકાસ અધિકારી અજય દહીંય એ છાપી સરપંચ ભરતભાઈ ચૌધરી, તલાટી મહેશભાઈની હાજરીમાં સ્થળ ચકાસણી કરી હતી.