શ્રાવણના પ્રથમ દિવસે કરો શિવાનંદ આશ્રમના મહાદેવ વિશ્વનાથના દર્શન - શ્રાવણ મહિનો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. પવિત્ર શ્રાવણમાં શિવલાયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠે છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા શિવાનંદ આશ્રમમાં વિશ્વનાથ મહાદેવને પ્રિય એવા બિલ્વપત્રનો શણગાર કરવામાં આવ્યો હતો. સવા લાખ બિલીપત્ર ચઢાવીને શણગાર કરાયો હતો, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યમાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યે આરતી કરાઈ હતી અને આ આરતીનો લ્હાવો ભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.
Last Updated : Aug 3, 2019, 2:25 PM IST