ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર 18 જૂને ખૂલશે - ડાકોરના ઠાકોર રણછોડજી
🎬 Watch Now: Feature Video
ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર દર્શન માટે 18મી જૂનથી ખોલવામાં આવશે. જેમાં શરૂઆતના પાંચ દિવસ એટલે કે 18 જૂનથી 23 જૂન સુધી ફક્ત ડાકોરના ભાવિકો પોતાની ઓળખ બતાવી દર્શન કરી શકશે. ત્યારબાદ તબક્કાવાર તાલુકા, જિલ્લા અને રાજ્યના શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થા કરવામાં આવશે. 18 જૂનથી મંદિર ખુલતા દર્શનાર્થે આવનાર તમામ શ્રદ્ધાળુઓએ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. મહત્વનું છે કે મંદિર મેનેજમેન્ટ, પોલિસ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનના અભાવે સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ આપ્યા બાદ મંદિર ખોલી શકાયું ન હતું. અંતે 18 જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય કરવામાં આવતા શ્રદ્ધાળુઓ સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.