નર્મદા જિલ્લાને મતદાનની ટકાવારીમાં મોખરાનું સ્થાન આપાવા ડેડીયાપાડા તાલુકાનું ખુબ યોગદન - ડેડીયાપાડા તાલુકાનું ખુબ યોગદન
🎬 Watch Now: Feature Video

સમગ્ર ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના (Gram Panchayats Election) ફોર્મ ભરાય ચુક્યા છે, ત્યારે નર્મદા જિલ્લો વિધાનસભા,લોકસભા કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન માટે મોખરે રહ્યો છે. નર્મદા જિલ્લાને મતદાનની ટકાવારીમાં મોખરાનું સ્થાન અપાવવામાં ડેડીયાપાડા તાલુકાનું યોગદન ખુબ રહ્યું છે. હાલ ડેડીયાપાડા તાલુકામાં મતદારો અને ઉમેદવારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ ખુબ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા આદિવાસી વિસ્તારમાંથી વિધાનસભા,લોકસભા કે પછી ગ્રામ પંચાયતની ચૂંટણી હોઈ ત્યારે ગુજરાતમાં સૌથી વધુ મતદાન આ વિસ્તારમાંથી થતું હોઈ છે. જોકે ડેડીયાપાડા તાલુકાની 39 બેઠકો છે. જેમાં સરપંચ માટે 189 ફોર્મ ભરાયા છે .જયારે સભ્યો માટે 1021 ફોર્મ ભરાયા છે. કોઈ પણ ગ્રામ પંચાયત સમરસ થઈ નથી. હાલની ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાને રાખી આ વખતે પણ વધુમાં વધુ મતદાન આ વિસ્તારમાંથી થાય તે પ્રમાણે પ્રયત્નો કરી રહ્યા છે.