પોરબંદરના સમુદ્રમાં "મહા" વાવાઝોડાનો કરંટ વર્તાયો
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ "મહા" વાવાઝોડું સંકટ સ્વરૂપે ગુજરાત તરફ મંડરાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે સુચના આપી છે કે આગામી 6 નવેમ્બરના રોજ રાત્રીના સમયે આ મહા વાવાઝોડાની અસર પોરબંદર સહિત ગુજરાતના તમામ સમુદ્ર કિનારે થશે અને જેના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આગામી 6 નવેમ્બર બાદ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉપરાંત વધુ જોરથી પવન ફુંકાવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે સરકારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પગલે તૈયારી કરાઇ છે અને NDRFની ટીમને પણ બોલાવી લેવાની તૈયારી કરી છે.
Last Updated : Nov 4, 2019, 4:34 PM IST