ભરૂચ જિલ્લાના બે વિસ્તારમાં મગર દેખાયો, સ્થાનિકોમાં ફફડાટ
🎬 Watch Now: Feature Video
ભરૂચ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ થયો છે. જે બાદ વિવિધ વિસ્તારમાં વન્યપ્રાણી દેખાઇ રહ્યાં છે. ભરૂચથી અંકલેશ્વર તરફ જવાના રોડ પર છાપરા પાટિયા પાસે આવેલ ખાડીમાં મગર દેખાયો હતો. બીજી બાજુ ઝઘડિયાના ગુમાનદેવ નજીક આવેલ કાવેરી નદીમાં પણ મગર જોવા મળ્યો હતો. મગર દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. નજીકમાં નર્મદા નદી હોવાના કારણે આસપાસ પાણી ભરાઈ રહેતા નદીમાંથી મગર ખાડીમાં આવ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વન વિભાગે પાંજરું ગોઠવવાની તજવીજ શરૂ કરી મગરને પકડવા પ્રયત્નો પણ શરુ કર્યાં છે. ભરૂચના ઝઘડીયા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઇ હતી. જેના કારણે પૂરના પાણીમાં મગર ખેંચાઈ આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.